Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

''સથવારો રાધેશ્યામનો'' : સંગીત, નૃત્ય, તથા સંવાદ સાથે અમેરિકાના ન્યુજર્સીમા ૨૩ જુનના રોજ યોજાઇ ગયેલા પ્રોગ્રામથી બે હજાર ઉપરાંત દર્શકો આફરિન

(દિપ્તીબેન જાની દ્વારા)ન્યુજર્સી : ભારે ભકિતભાવ પૂર્વકની આરાધના વ્યકત કરતો પ્રોગ્રામ ''જયશ્રીકૃષ્ણ રાધેશ્યામનો સથવારો'' અમેરિકાના ન્યુજર્સીમાં રિટઝ થિયેટરમાં ૨૩ જુન ૨૦૧૮ના રોજ શ્રી કનુભાઇ ચૌહાણ તથા આપકા કલર્સ ટીવીના સંયુકત સહકાર સાથે યોજાઇ ગયો.

સંગીતમય આરાધના સાથે રાધાકૃષ્ણના જીવનપ્રસંગો વર્ણવતા આ પ્રોગ્રામમાં ૪૦ જેટલા કલાકારોએ એક હજાર જેટલી વેશભૂષા તથા પાંચસો જેટલા આભૂષણો સાથે પેશ કરેલી કૃતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

''સથવારો રાધેશ્યામનો'' પ્રોગ્રામએ અત્યાર સુધીના તમામ સ્ટેજ શો ના રેકોર્ડ બ્રેક કરી દીધા છે. નૃત્ય, સંગીત, તથા સંવાદો સાથેના આ સુમધુર પ્રોગ્રામએ બે હજાર ઉપરાંત દર્શકોને સાથે નાચવા તથા તાળીઓ પાડવા મજબૂર કરી દીધા હતાં. તેવું શ્રી વિજય શાહની યાદી જણાવે છે.

(12:55 pm IST)