Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી જીલી ગોકળગાંધી મિલ્વૌકી પબ્લિક સ્કૂલ બોર્ડની બેઠક ઉપર વિજેતા : સિટીમાં પબ્લિક ઓફિસમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તરીકેનો વિક્રમ

વિસ્કોસીન : મુંબઇમાં જન્મેલી સુશ્રી જીલી ગોકળગાંધીએ  6  એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં મિલવૌકી પબ્લિક સ્કૂલ બોર્ડની બેઠક જીતી લીધી છે.

સુશ્રી ગોકળગાંધી  મિલવૌકીમાં પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે જેણે  પબ્લિક ઓફિસમાં પદ સંભાળ્યું છે. તેમણે ડીસ્ટ્રીકટ 5 ની  સ્કૂલ બોર્ડ સીટ 60 ટકા જેટલા મત સાથે જીતી લીધી હતી, જેમાં એલેક્સ બ્રોવરતથા અન્ય 11 હરીફોને પરાજિત કર્યા હતા. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:06 pm IST)