Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

" ગાયત્રી જયંતિ ઉત્સવ " : અમેરિકાના ન્યૂજર્સીમાં ગાયત્રી ચેતના સેન્ટરના ઉપક્રમે 31 મે ના રોજ ઉજવાઈ ગયેલો ધાર્મિક ઉત્સવ : સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ' અખંડ જાપ 'નું આયોજન કરાયું : piscatawy પોલીસ અધિકારીઓ માટે સાત્વિક લંચ તથા જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાનું વિતરણ કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા), ન્યુજર્સી : યુ.એસ.માં  ગાયત્રી મંદિર piscatawy દ્વારા તાજેતરમાં  ઉજવાયેલા ગાયત્રી જયંતિ ઉત્સવ નિમિત્તે 31 મે ના રોજ સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી  " અખંડ જાપ " નું આયોજન હાથ ધરાયેલ.અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો.પ્રણવભાઈ પંડ્યાજી અને શ્રધૈયા શૈલ જીજીના માર્ગદર્શન અને પ્રેરણા અનુસાર ગાયત્રી જયંતિ નિમિત્તે ન્યૂજર્સીના ગાયત્રી મંદિર ( ગાયત્રી ચેતના સેન્ટર ) થકી દિવ્ય અને આધ્યાત્મિક ક્ષેત્રની ઉન્નતિ માટે " અખંડ જાપ " નું આયોજન મંદિરના પરિસરમાં રાખેલ જેમાં આધ્યાત્મિક જિજ્ઞાસુઓએ લાભ લીધેલો.સંસ્થા દ્વારા સ્થાનિક પોલીસ    અધિકારીઓ અને મ્યુનિસિપાલિટી કામદારો માટે શુદ્ધ ,શાકાહારી ,સાત્વિક લંચ વ્યવસ્થા ' ગાયત્રી જયંતિ ' પર્વ નિમિત્તે કરવામાં આવી હતી.શુદ્ધ શાકાહારી લંચની વ્યવસ્થા દાદ માંગી લે તેવી હતી.
સમગ્ર  વિશ્વ જયારે કોરોનાની મહામારીથી પીડિત છે તેવા સંજોગોમાં  જરૂરિયાતમંદો માટે અનાજ કરિયાણું ,ગ્રોસરીની કીટ બનાવી ન્યુયોર્ક સ્થિત યુનાઇટેડ શેરપા એશોશિએશન ,ન્યુયોર્ક સંસ્થાને 7500 પાઉન્ડ વજનની અનાજ સામગ્રી અર્પણ કરી હતી.
ગાયત્રી જયંતિ ઉજવણીના ઉપલક્ષ્યમાં માનવતાવાદી સેવાના પ્રકલ્પોને પ્રાધાન્ય  આપતા ગાયત્રી મંદિરના સેવકોની ટિમ દ્વારા સ્થાનિક ગવર્મેન્ટ પોલીસ અધિકારીઓ તથા બોર્ડ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ભારોભાર પ્રશંસા થઇ રહેલ છે.વધુ માહિતી અથવા પોતાની યથાશક્તિ મુજબનો ફાળો આપવા માટે ગાયત્રી મંદિર ( 732 ) -357-8200 ઉપર સંપર્ક સાધી સહયોગ આપી શકાય છે.સમગ્ર ન્યૂજર્સીમાં ગાયત્રી મંદિર piscatavy ના સેવકોની ટિમ ધન્યવાદ તથા અભિનંદને પાત્ર બનેલી છે.

(11:53 am IST)