Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

શ્વાસ લેવાનો અધિકાર તો સહુને છે : અમેરિકામાં પોલીસ દમનથી અશ્વેતની હત્યાના વિરોધમાં સ્વેત નાગરિકો પણ જોડાયા

વોશિંગટન : 25 મે ના રોજ પોલીસ દમણથી અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની હત્યાના એક સપ્તાહ પછી પણ વિરોધનો વંટોળ યથાવત ચાલુ છે.દેખાવકારોની સંખ્યા વધતી જાય છે.એટલુંજ નહીં હવે વિરોધ નોંધાવી દેખાવો કરવામાં અશ્વેત ઉપરાંત સ્વેત લોકો પણ જોડાયા છે. તેમાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તેમનું કહેવું છે- જોર્જની બર્બરતાપૂર્વક હત્યા કરવામા આવી. પોલીસ આવુ કેવી રીતે કરી શકે છે ? અમે માત્ર એટલા માટે ચૂપ ન બેસી શકીએ કારણ કે શ્વેત છીએ. શ્વાસ લેવાનો અધિકાર તો સૌનો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં અશ્વેત ઉપર પોલીસ દમનના પડઘા ઓસ્ટ્રેલિયા તથા યુરોપના દેશોમાં પણ પડ્યા છે જ્યાં લોકો શાંતિપૂર્વક દેખાવો કરી રંગભેદ મિટાવવા પોસ્ટરમાં લખાણ સાથે રોડ ઉપર ઉતરી આવ્યા છે.

(6:14 pm IST)