Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોના ફેલાતો અટકાવવા બ્રિટન સરકારનો નવો કાનૂન : પોતાના ઘરમાં અન્ય વ્યક્તિ સાથે સેક્સ માણવાનું કૃત્ય ગેરકાયદે ગણાશે

લંડન : કોરોના ફેલાતો અટકાવવા માટે બ્રિટન સરકારે નવો કાનૂન અમલમાં મુક્યો છે.જે મુજબ પોતાના ઘરમાં અન્ય વ્યક્તિ સાથે સેક્સ માણવાનું કૃત્ય ગેરકાયદે ગણાશે.
કોઈના ઘરમાં રાત્રી રોકાણ માટેનું પણ કોઈ ચોક્કસ કારણ હશે તો જ રોકાઈ  શકાશે. જોકે તેમાં અપવાદ રૂપે હેલ્થ વર્કર ,અંતિમક્રિયામાં શામેલ લોકો ,ખેલાડીઓ ,કર્મચારીઓ સહિતનાઓ બાકાત રખાયા છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં પબ્લિક પ્લેસ ઉપર સેક્સ માણવાનું કૃત્ય ગેરકાયદે ગણાય છે.

ઉપરાંત તાજેતરના કોરોના વાઇરસ વાતાવરણને કારણે બહાર આવેલી વિગત મુજબ લોકડાઉન દરમિયાન દર 10 માંથી 6 વ્યક્તિઓએ સેક્સ કરવાનું ટાળ્યું હતું.

(12:58 pm IST)