Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

પ્રેસિડન્ટ ટ્રમ્પ મૂળ અમેરિકન અને એશિયન અમેરિકન વચ્ચે ભાગલા પડાવવા માંગે છે : અમેરિકામાં અશ્વેત વ્યક્તિના મોત બદલ દેખાવો સમયે આચરાયેલી હિંસા વિરુદ્ધ ડેમોક્રેટ અગ્રણી હિલેરી ક્લિન્ટનનો આક્ષેપ

વોશિંગટન : યુ.એસ.માં એક અશ્વેત વ્યક્તિના મોત બદલ દેખાવો સમયે આચરાયેલી હિંસા અંગે ડેમોક્રેટ અગ્રણી તથા પૂર્વ સેક્રેટરી ઓફ હેલ્થ હિલેરી ક્લિન્ટને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિઓની ઝાટકણી કાઢી હતી.
           તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ મૂળ અમેરિકન અને એશિયન અમેરિકન વચ્ચે ભાગલા પડાવવા માંગે છે.હકીકતમાં યુ.એસ.માં એશિયન અમેરિકન લોકો દરેક ક્ષેત્રે સેવાઓ આપે છે.આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપવામાં પણ દર પાંચમાંથી એક એશિયન અમેરિકન છે.તેમની સામે હિંસા આચરવામાં આવે તે શરમજનક પગલું છે.તેવું તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

(6:53 pm IST)