Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

WHO સાથે ફરીથી જોડાવા માટે અમેરિકાની આકરી શરત : ચીન સાથેનો નાતો તોડો અને ભ્રષ્ટાચાર બંધ કરો


વોશિંગટન :  વર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO ) માંથી બહાર નીકળી ગયા પછી અમેરિકા ફરીથી તેમાં જોડાઈ શકે છે.પરંતુ તે માટે અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર રોબર્ટ ઓ બ્રાયને શરત મૂકી છે.જેમાં જણાવાયા મુજબ સૌપ્રથમ WHO  માંથી ભ્રષ્ટાચાર નાબૂદ થવો જરૂરી છે.અને ચીન સાથેનો નાતો તોડવો પણ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે WHO  ને ફંડ આપનારા દેશોમાં અમેરિકાનો સિંહ ફાળો છે.તેના ફંડના અભાવે તેની  હાલત કફોડી થઇ શકે છે. 

(12:57 pm IST)