Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમેરિકાના મિચીગનમાં લોકડાઉનના વિરોધનો નવતર કીમિયો : હેર ડ્રેસર તથા સલૂન ધારકોએ મફત બાલ કાપી આપવાનું શરૂ કર્યું : ગવર્નર ઓફિસ સામે જ હેર કટિંગ કરી વિરોધ વ્યક્ત કર્યો

મિચીગન : લોકડાઉન દરમિયાન કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા મિચીગન ગવર્નરે લોકોને ઘરમાં રહેવા જણાવ્યું હતું.ખાસ કરીને હેર કટિંગ સલૂન તથા બ્યુટી પાર્લર દ્વારા આ વાઇરસના ફેલાવાની શક્યતા વધી જતી હોવાથી તેઓના માટે વ્યવસાય કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો હતો
પરંતુ જીવતા રહેવા માટે કામ કરવું જરૂરી છે તે દર્શાવવા અને  ગવર્નરના આદેશ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરવા આ ધંધાર્થીઓએ ગવર્નર ઓફિસ સામે જ મફત હેર કટિંગ શરૂ કરી દેતા તેનો લાભ લેવા લોકો આવવા લાગ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)