Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

શારજાહમાં ભારતીય મૂળની 6 વર્ષીય બાળકી બહુમાળી બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાઈ : શરીરમાં અનેક જગ્યાએ ફેક્ચર સાથે ગંભીર ઇજાગ્રસ્ત બાળકી ઓક્સિજન ઉપર : તાત્કાલિક સારવાર ચાલુ

અબુધાબી : શારજાહમાં ભારતીય મૂળની 6 વર્ષીય બાળકી બહુમાળી બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાઈ ગઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.સફા એસ.એ.નામથી ઓળખાયેલ બાળકી ઘરમાં રમતી વખતે બાલ્કનીમાં જઈ ચડી હતી.જ્યાંથી નીચે ગબડી પડી હતી. શરીરમાં અનેક જગ્યાએ ફેક્ચર સાથે ગંભીર ઇજાગ્રસ્ત બાળકી ઓક્સિજન ઉપર રાખવાંમાં આવી છે.જેની  તાત્કાલિક સારવાર ચાલુ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે.

(7:05 pm IST)