Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

યુ.એસ.ના એડિસન ન્‍યુજર્સીમાં ૨૮ એપ્રિલ ૨૦૧૯ના રોજ ‘‘ફ્રી હેલ્‍થ સ્‍ક્રિનીંગ કેમ્‍પ'' યોજાયોઃ યુનાઇટેડ રૂધ ફાઉન્‍ડેશન તથા SKN ફાઉન્‍ડેશન આયોજીત કેમ્‍પમાં જુદા જુદા રોગોના નિદાન કરી રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાયું

(દિપ્તીબેની જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં યુનાઇટેડ રૂધ ફાઉન્‍ડેશન તથા SKN ફાઉન્‍ડેશનના સંયુક્‍ત ઉપક્રમે ૨૮ એપ્રિલ ૨૦૧૯ રવિવારના રોજ ફ્રી હેલ્‍થ સ્‍ક્રિનીંગ કેમ્‍પનું આયોજન કરાયું હતું.

કેર ફોર એવર એડલ્‍ટ ડે કેર સેન્‍ટર, કે પ્રોગ્રેસ સ્‍ટ્રીટ, એડિસન, ન્‍યુજર્સી મુકામે સવારે ૯ વાગ્‍યાથી બપોરે ૧ વાગ્‍યા દરમિયાન યોજાયેલા કેમ્‍પમાં વિવિધ દર્દોના નિદાન કરી અપાયા હતા. જેમાં બાયાબિટીસ રિસ્‍ક એસેસમેન્‍ટ, બોડી માસ્‍ક ઇન્‍ડેક્ષ, જોઇન્‍ટ મસલ ચેક અપ, મેન્‍ટલ હેલ્‍થ  અવેરનેસ મેન્‍ટલ કાઉન્‍સેલીંગ હાઇપર ટેન્‍શન સ્‍ક્રિનીંગ, આઇ સ્‍ક્રિનીંગ, ડેન્‍ટલ સ્‍ક્રિનીંગ, ટેસ્‍ટીંગ ફોર એલર્જીસ, તથા આયુર્વેદ કાઉન્‍સેલીંગ સહિતના આયોજનો કરાયા હતા.જેમાં જે તે ક્ષેત્રના નિષ્‍ણાંત તબીબોએ સેવાઓ આપી હતી. જેનો અનેક લોકોએ લાભ લીધો હતો. વિશેષ વિગત સુશ્રી લીના ભટ્ટ, સુશ્રી જયશ્રી વ્‍યાસ, અથવા સુશ્રી દિપ્‍તી વ્‍યાસ, અથવા રૂરૂરૂ.શ્‍ઁશદ્દફૂફુર્ય્‍ીફુર્શ્વીશ્‍ંયઁફર્ુીદ્દશંઁ.ણૂંળ દ્વારા મેળવી શકાશે. તેવું ફાઉન્‍ડેશન દ્વારા જાણવા મળે છે.

 

(11:56 pm IST)