Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

''ગાંધી ગોઇંગ ગ્લોબલ'':યુ.એસ.માં ૨૪ થી ૨૬મે ૨૦૧૯ દરમિયાન થનારી ઉજવણીની પૂર્વતૈયારી માટે ન્યુજર્સીમાં મળેલી ''કિક ઓફ મીટીંગ'':વિવિધ પ્રાંતોમાંથી ૬૦૦ ઉપરાંત લોકોની ઉપસ્થિતિ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મ જયંતિ વર્ષની ઉજવણીની તૈયારી માટેની કિક ઓફ મીટીંગ ૧૬ એપ્રિલના રોજ આલ્બર્ટ રોયલ પેલેસ ન્યુજર્સી ખાતે મળી હતી.

ઇન્ડો અમેરિકન કોમ્યુનીટી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે આગામી ૨૪ થી ૨૬ મે ૨૦૧૯ દરમિયાન એકસ્પો હોલ રેરિટન સેન્ટર ખાતે થનારી ''ગાંધી ગોઇંગ ગ્લોબલ'' ઉજવણીની તૈયારી માટે ન્યુજર્સી,ન્યુયોર્ક, પેન્સિલવેનિયા, ડેલવારે સહિતના સ્થળો ઉપરથી ૬૦૦ લોકો ઉમટી પડ્યા હતા. તથા ૨૪ થી ૨૬મે દરમિયાન થનારી ઉજવણીની હાઇલાઇટસ પ્રદર્શિત કરાઇ હતી.

આ ત્રિદિવસિય કાર્યક્રમની પૂરજોશમાં તૈયારી માટે દરરોજ  ૭૦ વોલન્ટીઅર્સ કાર્યરત છે.કાર્યક્રમ દરમિયાન તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે. ક્કિ ઓફ મીટીંગમાં ભારત તથા અમેરિકાના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું તથા ગાંધી ભજનો ગવાયા હતા. મુખ્ય કાર્યક્રમમાં મુકવા માટેના દુર્લભ ફોટો દર્શાવાયા હતા. તથા મુખ્ય કાર્યક્રમમાં ૩૦ હજાર સ્કવેર ફીટની વિશાળ જગ્યામાં વિવિધ વસ્તુઓ તથા ફોટાઓનું પ્રદર્શન ખુલ્લુ મુકાશે. કિક ઓફ મીટીંગમાં ગાંધીજીના જીવન તથા મૂલ્યો વિષે પ્રાસંગિક ઉદબોધનો પણ થયા હતા. મીટીંગના ચેરપર્સન તરીકે ડો.નવિન મહેતા, કો-ચેર તરીકે  શ્રી કેન્ની દેસાઇ, કિનોટ સ્પીકર તરીકેશ્રી મુકેશ કાશીવાલાએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

(7:26 pm IST)