Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

'' જો અનાથકે સર૫ે હાથ રખતા હૈ ઉસકે સર પર દીનાનાથકા હાથ હોતા હૈ '' : યુ.એસ.માં ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલના ઉપક્રમે યોજાઇ ગયેલો ચિત્રપટ દર્શન પ્રોગ્રામઃ સુમધુર ગીતો, નૃત્ય, જન્મદિવસ મુબારકબાદી તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનીયરો ખુશખુશાલ

 કેલીફોર્નિયા: અમેરીકા-લોસ એન્જલસ , કેલીફોર્નિયાની પ્રતિસ્ઠિત સંસ્થા '' ગુજરાતી સીનીયર ફ્રેન્ડઝ સર્કલ '' ( GSFC ) દ્વારા યોજાયેલ ચિત્રપટ દર્શનનો કાર્યક્રમ ખૂબજ સફળતા પૂર્વક આયોજીત થયો. અર્વાઈન સીટીના હવેલીના હૉલમાં સર્વશ્રી ગુણવંતભાઈ પટેલ,કાન્તિભાઈ મિસ્ત્રી,દુશ્યંતભાઈ પટેલ,મહેન્દ્રપુરી ગોસ્વામી તથા હર્ષદભાઈ શાહના માર્ગદર્શન નીચે સીનીયરોને લોકપ્રીય એવા ફિલ્મ કલાકારો '' સુનિલદત્ત,નૂતન,પ્રાણ,ઓહ્મપ્રકાશ અભિનિત સામાજીક ચિત્ર '' ખાનદાન '' જોવાનો કાર્યક્રમ આનંદ પૂર્વક યોજાઈ ગયો... કાર્યક્રમની શરુઆતમાં હવેલી મંદિરમાં રાજભોગ દર્શન અને આરતી બાદ .... તારાબેનપટેલ,ચંદ્રિકાબેનમિસ્ત્રી,પ્રિતિબેન ગાંધી,લત્તાબેન શાહ,તથા અરૂણાબેન પટેલની કમિટી દ્વારા અત્રેજ બનાવેલું લંચ પિરસવામાં આવ્યું...લંચમાં મેથીના ગોટા,બટાકા વડા,મરચાના ભજીયા... કઢી-ચટણી અને સ્વિટમાં મોહનથાળ જેવાં વ્યંજનો પીરસવામાં આવ્યા...

      ચિત્રપટ શરૂ થતાં પહેલાં સંસ્થાના શ્રી દુશ્યંતભાઈ સૌને આવકાર આપ્યો.. અને સંસ્થાના કાર્યકર્તાઓનો પરીચય આપ્યો... હાજર સભ્યોએ પણ પણ એમનો શાબ્દીક પરીચય આપ્યો.... તેમજ એપ્રીલ માસમાં અત્રે હાજર સભ્યો માંથી જેઓની બર્થ ડે તેમજ મેરેજ એનિવર્સરી આવતી હોય તેમના નામ જાહેર કરીને શુભેચ્છા પાઠવી...

     બહેનો દ્વારા '' સરસ્વતિચંદ્ર ફિલ્મનું ... મેતો ભૂલ ચલી બાબુલકા ઘર '' ગીત પર સુંદર નૃત્ય કરીને સૌને પ્રસન્નતામાં લાવી દીધા.....

    ગુણવંતભાઈ પટેલ આજના ચિત્રપટ દર્શન માટેનો હેતું અને ફિલ્મની પસંદગી પ્રત્યેનો અભિગમ જણાવ્યો અને  એક  '' સરપ્રાઈજ '' તરીકે ફિલ્મ પૂર્ણ થયા બાદ ચિત્રપટના પ્રસંગોને વણી લઈ ને સૌને એક પ્રશ્નપત્ર આપવાનું જણાવ્યું હતું.. જે સૌ માટે ફરજીયાત હતું.. શ્રી હર્ષદભાઈ શાહે આગામી કાર્યક્રમોની વિગતો જણાવી....શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી પ્રાસંગીક માહિતી આપી હતી.. ચીત્રપટ શરૂ થયા બાદ સૌ સભ્યો તરફથી જત ફિલ્મના સંવાદોને ખૂબજ આનંદ થી માણ્યા હતા... તેમજ ફિલ્મમાં આવતા સુમધુર ગીતોને મુક્ત પણે ગાઈને તથા નૃત્ય કરીને આનંદ માણ્યો હતો...  ટાઈટલ નો સંવાદ''जो अनाथके सर पर हाथ रखता हे इसके सर पर दीनानाथ होता है 'તેમજ '''ईज्ज्त तो ईसकी बीकती हे , जीसकी ईज्जत हो '' જેવા સંવાદોને ખૂબજ દાદ મળી હતી. અને बडी देर भई नंदलाला तेरी राह थके ब्रिज बाळा... અને निल गगन में उडते पंछी जा जा जा ...તેમજ तुही मेरे मंदिर , तुही मेरी पूंजा...જેવા સદાબહાર ગીતો થી સભ્યો આનંદ વિભોળ થયા હતા.... સિનીયરોના યંગ એજના હીરો-હીરોઈન અને અન્ય કલાકારો અભિનિત ફિલ્મ '' ખાનદાન '' પસંદગી પર સૌ મુક્ત મને પ્રસંસા કરી હતી... વિરામ દરમ્યાન સૌએ હર્ષદભાઈ શાહ તરફથી આપવામાં આવેલ '' ચણા જોર ગરમ " ખાઈને ઈન્ટરવલ નો આનંદ માણ્યો હતો... પ્રશ્નપત્ર ના જવાબના વિજેતા સર્વશ્રીજિતેંદ્ર ભાવસાર,જ્યોતિન ચોકસી,અરૂણાબેન પટેલ અને ઉમાશશી દેસાઈને હવેલીના મુખ્યાજી શ્રી પંકજભાઈ ના વરદ હસ્તે ઈનામ આપવામાં આવ્યા... શ્રી પંકજભાઈ સૌને શુભેચ્છા પાઠવી સિનિયરોના કાર્ય તથા હજરીને બિરદાવી હતી.. કાન્તિભાઈ મિસ્ત્રી આભારદર્શન માં સૌની હાજરી... વિજેતાઓ તથા આજના સ્પોન્સરરો ની માહિતી આપી હતી...આજના સ્પોન્સરરો માં અરવાઈન હવેલી, ઈન્ડીયા સુપર બઝાર,જીતુંભાઈ પટેલ અને મહેન્દ્રપુરી ગોસ્વામિ વગેરે હતા, તેમજ કાર્યક્રમને સફળ બનાવવામાં.તારાબેન પટેલ,ચંદ્રિકા મિસ્ત્રી,લત્તાબેન શાહ,અને અરૂણાબેન પટેલ વગેરે ની મુખ્ય ભૂમિકા હતી..  તેવું માહિતી: હર્ષદરાય શાહ અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા દ્વારા જણાવા મળે છે.

(9:49 pm IST)