Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

''અર્થ ડે સાયન્સ ફેર'': યુ.એસ.ના હયુસ્ટનમાં ૨૧ એપ્રિલના રોજ કરાયેલી ઉજવણીઃ પૃથ્વીને પ્લાસ્ટીકથી થતા નુકશાન વિષે સમજુતિ આપવાની સાથે પર્યાવરણ શુધ્ધિનું મહત્વ સમજાવતા પ્રોગ્રામ યોજાયાઃ પ્રિ-સ્કૂલથી ૧૦મા ગ્રેડ સુધીના સ્ટુડન્ટસએ વિવિધ કૃતિઓ રજુ કરી

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ૨૧ એપ્રિલના રોજ 'VT Seva'ના ઉપક્રમે બીજો વાર્ષિક અર્થ ડે સાયન્સ ફેર યોજાઇ ગયો.

પ્રિ સ્કુલથી ૧૦મા ગ્રેડ સુધીના સ્ટુડન્ટસ માટે આયોજીત ફેરમાં વિવિધ સ્પર્ધાઓના આયોજનો કરાયા હતા. તથા ભાવિ પેઢીમાં નેતૃત્વના ગુણોનું સિંચન કરવાનો પ્રયત્ન કરાયો હતો.

કાર્યક્રમની વિશેષતા હતી કે તેમાં યોજાયેલી કોસચ્યુમ સ્પર્ધા માટે ઉપયોગમાં લેવાયેલા તમામ ડ્રેસ રિસાઇકલીંગ કરાયેલા હતા. હાઇસ્કૂલ સ્ટુડન્ટસએ અર્થ વિષયક ઉદબોધનો કર્યા હતા તથા પ્લાસ્ટીકના ઉપયોગથી પૃથ્વીને થતી હાનિ વિષે સમજાવાયુ હતું. તથા પ્લાસ્ટીકને ''પ્લાસ્ટીક યમરાજ'' ગણાવાયું હતું. અને પર્યાવરણ શુધ્ધિનું મહત્વ સમજાવતા પ્રોગ્રામ યોજાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:03 pm IST)