Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

યુ.એસ.માં GOPIO ન્યુયોર્ક ચેપ્ટરના ઉપક્રમે ૨૦ એપ્રિલના રોજ કોમ્યુનીટી હેલ્થકેર સેમિનાર યોજાયોઃ દરેક ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ હાજરી આપી દર્દો થતા અટકાવવા માર્ગદર્શન આપ્યું

ન્યુયોર્કઃ ''ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિયલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO)'' ન્યુયોર્ક ચેપ્ટરના ઉપક્રમે તાજેતરમાં ૨૦ એપ્રિલના રોજ કોમ્યુનીટી હેલ્થ કેર સેમિનારનું આયોજન કરાયુ હતુ.

ઇન્ડિયન  અમેરિકન કેરાલા સેન્ટર એલમોન્ટ ન્યુયોર્ક મુકામે યોજાઇ ગયેલા આ સેમિનારમાં આરોગ્ય વિષયક દરેક ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ હાજરી આપી હતી. તથા મોતીયો, ડાયાબિટીશ, નાક,ગળા,કાન,તથા દાંતના દર્દો તેમન હૃદયરોગ,સહિતના દર્દોથી બચવા રાખવાની થતી કાળજી વિષે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પ્રમામસર આહાહા લીલા શકભાજીને ખોરાકમાં સ્થાન, મેડીટેશન, સહિતનું મહત્વ સમજાવ્યું હતું.

GOPIO ન્યુયોર્ક ચેપ્ટર પ્રેસિડન્ટ ડો.બિના કોઠારીએ સહુનું સ્વાગત કર્યુ હતું. GOPIO  ઇન્ટરનેશનલ કો-ઓર્ડીનેટર શ્રી લાલ મોટવાણી, ચેરમેન ડો.થોમસ અબ્રાહમ, ડો.જગમોહન કાલરા, ડો.પ્રાચી દુઆ, ડો.પરીન્દા દવે, ડો.રિટા બથેજા, શ્રી ઇન્દુ જયસ્વાલ, ડો.મિચેલ પોસ્નર, ડો.યુસુફ સૈયદ સહિતનાઓએ આરોગ્ય વિષયક પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

(8:58 pm IST)