Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

દુબઈમાં ભારતીય મૂળની 6 વર્ષીય માસુમ બાળકીને ચુંબન કરી શારીરિક છેડછાડ કરવાના આરોપસર બાંગ્લાદેશી મજુરને 6 માસની જેલસજા : સજા પુરી થયે દેશનિકાલ કરાશે

દુબઇ : દુબઈમાં ફ્લાઇંગ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતા ભારતીય મૂળના નાગરિકની 6 વર્ષીય માસુમ બાળકીને વિના કારણ લિફ્ટ માં લઇ જઈ ચુંબન કરી શારીરિક છેડછાડ કરવાના આરોપસર બાંગ્લાદેશના વતની 30 વર્ષીય મજૂરને 6 માસની જેલ સજા ફરમાવાઈ છે. જે પુરી થયે તેને દેશનિકાલ કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

24 તથા 28 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનાની સીસીટીવી કેમેરા દ્વારા તપાસ કરાયા બાદ આ અંગે મજૂરને પૂછવામાં આવતા તેણે ભૂલ કર્યાનો એકરાર કર્યો હતો.

(11:54 am IST)