Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ફલોરીડાના ગુજરાતી સમાજમાં જગદીશ ત્રિવેદીનો હાસ્ય દરબાર

ફલોરીડા : અમેરિકાના ફ્લોરીડા રાજયમાં રહેતા ગુજરાતીઓ માટે યાદગાર સાંજ બની ગઈ. એ લોકો આ સંધ્યાને હાસ્ય સંધ્યા તરીકે યાદ રાખશે એવો એકભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો.

ઓર્લેંન્ડોના ૩૦ વર્ષથી કાર્યરત ગુજરાતી સમાજે લક્ષ્મીનારાયણ મંદિરના ભવ્ય સભાગૃહમાં ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યદરબાર યોજાયો હતો. મંદિરના પાવન પરિસરમાં કાર્યક્રમ હોવાથી એ દિવ્ય તો હતો પરંતુ લેકલેન્ડ, જેકશનવીલ, ડેરોના બીચ, જેવા આજુબાજુના નગરના ગુજરાતીઓને સમાચાર મળ્યા કે ઓર્લેન્ડોમાં ત્રણ વર્ષ બાદ જગદીશ ત્રિવેદી આવી રહ્યા હોય તે લોકો પણ જોડાયા હતા.

ઓર્લેંન્ડોમાં વડીલો માટે કાર્યરત સંસ્થા શાંતિ નિકેતનના સંચાલકોએ કહયુ, કે અમે બસ દ્વારા અમારા વડીલોને આ સુદ્ઘાં અને સાત્વિક હાસ્યનો લાભ અપાવીશું. ઓર્લેંન્ડો ગુજરાતી સમાજના ચેરમેન શ્રી જયેશ પટેલ અને પ્રમુખ શ્રી હરેશ ત્રિવેદીએ ગામ-પરગામનાં ગુજરાતીઓને કાર્યક્રમમાં હાસ્ય સાથે કાઠિયાવાડી ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.

મેકઝીમ ટુર એન્ડ ટ્રાવેલ્સના માલિક અને સમાજસેવક શ્રી હિરેનભાઇ જૈનના સહયોગથી હાસ્ય રસની છોળો માણી હતી. અત્રે યાદ રહે કે ડો. જગદીશ ત્રિવેદી છેલ્લાં દોઢ વરસથી પોતાના કાર્યક્રમોની સંપૂર્ણ આવક જરૂરિયાતમંદ લોકોના આરોગ્ય અને શિક્ષણ માટે દાન કરતા હોવાનું તેઓએ જણાવ્યુ હતું.

(11:31 am IST)