Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

''હેટ ક્રાઇમ'': અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા હિન્દુ મંદિરના પૂજારી શ્રી દેવેન્દ્ર શુકલા ઉપર હુમલોઃ ૩૦ વર્ષીય આરોપી નિકોલસ ડાઉએ 'ડર્ટી ઇન્ડિયન'તરીકે સંબોધન કરી, મુકકાઓ મારી મોઢુ સોજાડી દીધું: મંદિરના ટ્રસ્ટી શ્રી દિનેશ ખોસલાએ ૩૧૦૦ સહીઓ લઇ આરોપીને વધુમાં વધુ શિક્ષા કરવા પિટીશન કરી

ન્યુજર્સીઃ યુ.એસ.ના મહવાહ ન્યુજર્સીમાં આવેલા હિન્દુ સમાજ મંદિરના પુજારી શ્રી દેવેન્દ્ર શુકલા ઉપર ૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ મંદિર નજીક રહેતા નિકોલસ ડાઉ નામક યુવાને હુમલો કરી તેમને ઇજા પહોંચાડવાનો કેસ 'હેટ ક્રાઇમ' ગણાશે. જે ઇન્ડિયન અમેરિકન સમુહના અથાગ પ્રયત્નો પછી માન્ય ગણાયેલ છે.

૩ એપ્રિલના રોજ બનેલી ઘટના મુજબ સ્થાનિક મોલ પાર્કીગમાં શ્રી શુકલા પોતાની ૬ વર્ષીય પુત્રી સાથે ડ્રાઇવીંગ કરી રહ્યા હતા ત્યારે ૩ વર્ષીય આરોપી યુવાન નિકોલસ તેની કારમાંથી બહાર આવ્યો હતો તથા શ્રી શુકલાને 'ડર્ટી ઇન્ડિયન'  તરીકે સંબોધન કરી મોઢા ઉપર મુક્કાઓ મારી ઇજા પહોંચાડી હતી. પરિણામે તાત્કાલિક સારવાર લેવી પડી હતી. તેમનું મોઢુ પણ થોડા દિવસ સુધી સોજી ગયુ હતું. તેમની માસુમ પુત્રી તો આ દૃશ્ય જોઇ હેળતાઇ ગઇ હતી.

તેમ છતાં આ બનાવને સામાન્ય લૂંટનો બનાવ ગણતા મંદિરના ટ્રસ્ટી તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી એકટીવિસ્ટ શ્રી દિનેશ ખોસલાએ કરેલી મારકૂટ હેટ ક્રાઇમ ગણવા ઉચ્ચ સ્તરે રજુઆત કરી હતી. તથા ૩ હજાર એકસો જેટલી સહીઓ લઇ પિટીશન કરતા આ બાબત ન્યુજર્સી સ્થિત એટર્ની જનરલ ઇન્ડિયન અમેરિકન શ્રી ગુરબીર ગ્રેવાલ સમક્ષ પહોંચતા તેમણે આ ઘટના હેટ ક્રાઇમ તરીકે લેવાશે તેવી ધરપત આપી હતી. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:47 pm IST)