Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

''ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી''ના પ્રેસિડન્ટ તરીકે ડો.વિવેકાનંદ ઝાની નિમણુંકઃ આ હોદા ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ ભારતીય તરીકેનો વિક્રમ

ચંદીગઢઃ  ડો. વિવેકીનંદ ઝાની નિમણુંક ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી પ્રેસિડન્ટ તરીકે થઇ છે. આ હોદા ઉપર નિમણુંક મેળવનારા તેઓ સૌપ્રથમ ભારતીય છે.

હાલમાં તેઓ જયોર્જ ઇન્સ્ટીટયુટ ફોર ગ્લોબલ હેલ્થ ઇન્ડિયામાં એકઝીકયુટીવ ડીરેકટર તરીકે તથા ઓકસફર્ડ યુનિવર્સિટીમાં નેફ્રોલોજી પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. તથા કિડની દર્દો અને તેની સામાજીક અને આર્થિક અસરો ઓછી આવકવાળા દેશોમાં શું થાય છે  તે અંગેના નિષ્ણાંત ગણાય છે. એટલું જ નહિં કિડની સારવાર માટે તેમણે અનેક સંશોધનો કરેલા છે.

તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કિડની ડીસીઝ ઇમ્પ્રુવીંગ ગ્લોબલ આઉટકમ એન્ડ ડીકલેરેશન ઓફ ઇસ્તખ્બુલ કસ્ટોડીઅન ગૃપ, સાથે જોડાયેલા છે.

(8:44 pm IST)