Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના આસી.પ્રોફેસર શ્રી આશિષ માંગલિકની ''સેરવે સ્કોલર્સ પ્રોગ્રામ'' માટે પસંદગીઃ મનુષ્યના શરીર ઉપર થતી ડ્રગ્સની અસરો નિવારવા શ્રેત્રે સંશોધન માટે ૩ લાખ ડોલરની સ્કોલરશીપ અપાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોના ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ કેમિસ્ટ્રીના આસી. પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન શ્રી આશિષ માંગલિકની ''સેરણે સ્કોલર્સ પ્રોગ્રામ ૨૦૧૯''માં પસંદગી થઇ છે. આ સ્કોલર્સ તરીકે સ્થાન મેળવનાર ૧૫ લોકોમાં  તેમનો સમાવેશ થયો છે.

તેઓ ફીઝીશીઅન સાયન્ટીસ્ટ છે તથા ડ્રગ્સની મનુષ્યના શરીર ઉપર થતી અસરો નિવારવા નવા સંશોધનો ક્ષેત્રે કાર્યરત છે. તેમના સંશોધન કાર્યને આગળ ધપાવવા તેઓને ૩ લાખ ડોલરની સ્કોલરશીપ અપાશે.

પ્રોફેસર માંગલિકએ વોશીંગ્ટન યુનિવર્સિટીમાંથી ૨૦૦૮ની સાલમાં કેમિસ્ટ્રી  એન્ડ બાયોલોજી સાથે બેચલર ડીગ્રી મેળવી છે તથા સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાંથી ૨૦૧૪ની સાલમાં બાયોફિઝીકલ સાથે ડોકટરેટ કર્યુ છે.

(9:57 am IST)