Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

યુ.એસ.જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીની બ્લૂમબર્ગ સ્કૂલના હેલ્થ ડીપાર્ટમેન્ટ ચેર તરીકે પ્રોફેસર રાજીવ રિમલની નિમણુંકઃ ૧ ઓગ.૨૦૧૯થી હોદો સંભાળશે

વોશીંગ્ટનઃ યુ.એસ.ની જોહન્સ હોપકિન્સ યુનિવલિર્સટી તથા તેની બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થના ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ,બિહેવીઅર, એન્ડ સોસાયટીના ચેર તરીકે ૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર રાજીવ રિમલની નિમણુંક થઇ છે. તેઓ ૧ ઓગ.૨૦૧૯હોદો સંભાળશે.

આ હોદા ઉપર નિમણુંક મેળવનાર શ્રી રાજીવએ જણાવ્યું હતું રોગો થતા અટકાવવા તથા આરોગ્ય માટે જાગૃત રહેવાનો દરેક વ્યકિતનો પાયાનો મૂળભૂત હકક છે તે દરેકને મળી રહે તે માટે તેઓ સ્ટાફના સહકાર સાથે કાર્યરત રહેશે.

આ અગાઉ તેઓ ઉપરોકત ડીપાર્ટમેન્ટમાં ૨૦૦૫ થી ૨૦૧૩ દરમિયાન ફેકલ્ટી મેમ્બર તરીકે સેવાઓ આપી ચૂકયા છે. તેમજ ૨૦૧૩ની સાલથી તેઓ જયોર્જ વોશીંગ્ટન યુનિવર્સિટીમાં મિલ્કેન ઇન્સ્ટીટયુટ સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થના ડીપાર્ટમેન્ટ ઓફ પ્રિવેન્શન એન્ડ કોમ્યુનીટી હેલ્થમાં પ્રોફેસર તથા ચેર તરીકે કાર્યરત છે. ૧ ઓગ.૨૦૧૯ થી નવો હોદો સંભાળશે.

(8:55 pm IST)