Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

દેશના રક્ષણ માટે અદ્યતન ટેકનોલોજી સાથે નૌકાદળને સજ્જ કરવા બદલ પાંચ ઇન્‍ડિયન અમેરિકન સંશોધકોને એવોર્ડઃ ઓફિસ ઓફ નવલ રિસર્ચ (ONR) દ્વારા ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૩૧ એવોર્ડ વિજેતાઓમાં સ્‍થાન મેળવ્‍યું

વોશીંગ્‍ટનઃ નૌકાદળ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી સાથેના જુદા જુદા સંશોધનો દ્વારા નેવી સૈન્‍યને દેશના રક્ષણ માટે સજ્જ કરનાર સંશોધકોને ‘‘ઓફિસ ઓફ નવલ રિસર્ચ (ONR)'' દ્વારા અપાતા એવોર્ડ માટે પસંદ કરાયેલા ૩૧ સંશોધકોમાં પાંચ ઇન્‍ડિયન અમેરિકન સંશોધકોએ સ્‍થાન મેળવ્‍યું છે.

ONR દ્વારા ૧૯૮૫ની સાલથી સંશોધકોને એવોર્ડ આપી પ્રોત્‍સાહિત કરાય છે. જે અંતર્ગત ૨૦૧૮ની સાલ માટેના યંગ ઇન્‍વેસ્‍ટીગેટર પ્રોગ્રામ એવોર્ડ માટે ૩૪૦ ફેકલ્‍ટી મેમ્‍બર્સમાંથી પસંદ કરાયેલા ૩૧ એવોર્ડ વિજેતાઓમાં પાંચ ભારતીય મૂળના સંશોધકોનો સમાવેશ થયો છે. જેમાં શ્રી અભિનવ ગુપ્‍તા, શ્રી રાહુલ મઝુમદાર, શ્રી પ્રતિક મિત્તલ, શ્રી અંકુર મિત્રા, તથા શ્રી રામ વાસુદેવનનો સમાવેશ થાય છે. તમામ ૩૧ એવોર્ડ વિજેતાઓ વચ્‍ચે ૧૬ મિલીયન ડોલરની રકમ ફાળવાઇ છે.

(9:25 pm IST)