Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમેરિકામાં બેરોજગારીનો ભરડો : અમેરિકન કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું આપી રહી છે : બેરોજગારી ભથ્થું મેળવવા ધસારો

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસના દિન પ્રતિદિન વધી રહેલા કેસને કારણે અનેક વેપાર ઉદ્યોગો બંધ થઇ જતા બેરોજગારીએ ભરડો લઇ લીધો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા બે સપ્તાહમાં એક કરોડ જેટલા લોકોએ બેરોજગારી ભથ્થું માગ્યું છે.જે ઘણા વર્ષોનો રેકોર્ડ છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ અમેરિકન કંપનીઓ કર્મચારીઓને છુટા કરી રહી છે.તેમજ નાના વ્યાપાર ધંધાઓ બંધ હાલતમાં છે.

(7:20 pm IST)