Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમેરિકાની સિગ્નીટી ટેક્નોલોજીસનું તેલંગણા સરકારને 50 લાખ રૂપિયાનું ડોનેશન : કોરોના વાઇરસથી અસરગ્રસ્ત લોકો માટે વતન પ્રેમીની સખાવત

એટલાન્ટા :  ભારતના હૈદરાબાદમાં હેડક્વાટર ધરાવતી અને જુદા જુદા દેશોમાં શાખાઓ ધરાવતી ટેક્નોલોજી કંપની સિગ્નીટી ટેક્નોલોજીની અમેરિકાના એટલાન્ટામાં આવેલી શાખા દ્વારા વર્તમાન કોરોના વાઇરસના કારણે વતનના  અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે 50 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે.તેવું એનઆરઆઈ પલ્સ દ્વારા જાણવા મળે છે.

(4:49 pm IST)