Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના વાયરસે ભારતીય મૂળના મહિલા પ્રોફેસર સુશ્રી ગીતા રામજીનો ભોગ લીધો : સાઉથ આફ્રિકામાં એચ.આઇ વી.સાયન્ટિસ્ટ તરીકે સેવા આપતા હતા

જ્હોનિસબર્ગ : વિશ્વ વિખ્યાત મહિલા પ્રોફેસર ભારતીય મૂળના 64 વર્ષીય  સુશ્રી ગીતા રામજીનો કોરોના વાયરસે ભોગ લીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
સાઉથ આફ્રિકામાં એચ.આઇ વી.થતો અટકાવવા અને તે ભગીરથ કાર્ય માટે કાર્યરત સાઉથ આફ્રિકા મેડિકલ રિસર્ચ કાઉન્સિલ માં ડિરેક્ટર તરીકે સેવા આપતા સુશ્રી ગીતા એક સપ્તાહ પહેલા લંડનથી પરત ફર્યા હતા.તેઓને ન્યુમોનિયાની અસર જણાઈ હતી.તેથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં કોરોના વાઇરસના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલના સંચાલકોએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં સુશ્રી ગીતા સહીત 5 નાગરિકોના કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયા છે.

(12:38 pm IST)