Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પોસ્ટ વિઝાની મુદત 60 દિવસને બદલે 180 દિવસની કરી આપો : કોરોના વાઇરસના હાહાકારને કારણે અનેક ઉદ્યોગો બંધ થવાથી છટણીના ભય હેઠળ ઇન્ડિયન અમેરિકન કર્મચારીઓ : ટ્રમ્પ વહીવટી તંત્ર સમક્ષ મુદત લંબાવી આપવા માંગણી

વોશિંગટન : H-1B વિઝા મેળવી અમેરિકા ગયેલા વિદેશી કુશળ કર્મચારીઓ કોઈ કારણસર નોકરી ગુમાવે તો અન્ય કંપનીમાં નોકરી શોધવા માટે તેઓને 60 દિવસનો પોસ્ટ વિઝા સમય આપવામાં આવે છે.પરંતુ હાલમાં વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસ કહેરની અમેરિકામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે.અનેક ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે.તેથી વિદેશી કુશળ કર્મચારીઓ કે જેમાં મોટા ભાગના ભારતીયો છે તેઓ છટણીના ભય હેઠળ જીવી રહ્યા છે.તેમને ડર છે કે કોરોના વાઇરસ પૂરો થઇ ગયા પછી પણ ઉદ્યોગોની ગાડી પાટા ઉપર ચડતા સમય લાગશે જે દરમિયાન તેઓનો પોસ્ટ વિઝા માટે મળતો 60 દિવસનો સમય પૂરો થઇ જશે.તેથી આ મુદત 180 દિવસની કરી આપવા ટ્રમ્પ વહીવટી તંત્રને વિનંતી કરાઈ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)