Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

અમેરિકામાં ફૂટબોલ મેદાન ,પાર્ક,તથા હોર્સ રેડીંગ મેદાનો હોસ્પિટલમાં ફેરવાશે : કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા દોઢ લાખ તથા મૃતકોની સંખ્યા 2500 થઇ જતા મજબૂરી

વોશિંગટન : આરોગ્ય સારવાર માટે વિશ્વ વિખ્યાત અમેરિકા હાલના સંજોગોમાં કોરોના વાઇરસના ભરડામાં આવી ગયું છે.જ્યાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા દોઢ લાખ અને મૃતકોની સંખ્યા 2500 થઇ જતા હોસ્પિટલો ટૂંકી પડવા લાગી છે.પરિણામે વિશાળ ફુલબોલ મેદાન ,પાર્ક ,તથા હોર્સ રેડીન્ગ મેદાનો હોસ્પિટલોમાં ફેરવવાની કવાયત શરૂ કરી દેવાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:43 pm IST)