Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

બમ બમ ભોલે ' : અમેરિકાના ટ્રીસ્ટેટમાં મહા શિવરાત્રીના આગમનને વધાવવાનો ધમધમાટ શરૂ : કોવિદ -19 નિયમોના ચુસ્ત પાલન સાથે ગાયત્રી ચેતના સેન્ટર ,વેદ મંદિર ,સનાતન મંદિર ,દુર્ગા મંદિર ,સહિતના સ્થળોએ 11 માર્ચના રોજ થનારી ઉજવણી : કોવિદ -19 નિયમોનું ચુસ્ત પાલન કરાશે

ન્યુજર્સી : અમેરિકાના ટ્રીસ્ટેટ ન્યુજર્સી ,ન્યુયોર્ક તથા કનેક્ટિકટમાં આવેલા હિન્દૂ મંદિરોમાં આગામી 11 માર્ચના રોજ મહા શિવરાત્રી પર્વ ઉજવવાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.

અલબત્ત ,આ વર્ષે કોવિદ -19 મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડ લાઇનને ચુસ્તપણે અનુસરવામાં આવશે.જે મુજબ માસ્ક પહેરવા ,તથા સોશિઅલ ડીસ્ટન્સનું પાલન સહીત તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.
ટ્રીસ્ટેટમાં આવેલા મંદિરોમાં ગાયત્રી ચેતના સેન્ટર પીસકાટાવે ,સનાતન મંદિર પારસીપની ,હિન્દૂ ટેમ્પલ ઓફ ગાર્લફીલ્ડ ,કર્ની વેદ મંદિર ,તથા દુર્ગા મંદિર સહિતના મંદિરોનો સમાવેશ થાય છે.તેવું ડી બી.ડબલ્યુ, દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)