Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ઉત્તર કેરોલિનામાં ગુરુદ્વારા પર હુમલાનો સિલસિલો યથાવત

ન્યૂયોર્ક: યુ.એસ.માં એક શીખ ગુરુદ્વારા પર તોડફોડના તાજેતરના સિલસિલાએ સમુદાયને ચિંતામાં મૂક્યો છે અને નેતાઓએ ઘટનાઓની સંપૂર્ણ તપાસની માંગ કરી છે.

છેલ્લા બે મહિનામાં બનેલી વિવિધ ઘટનાઓમાં, ઉત્તર કેરોલિનાના શેરલોટમાં ઈસ્ટ એરોવુડ રોડ પર આવેલા ગુરુદ્વારા સાહિબ ખાલસા દરબારની બારીઓ, લાઈટો અને સુરક્ષા કેમેરા તૂટી ગયા હતા અને નુકસાન થયું હતું, સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે.

"આવી વસ્તુઓનો અનુભવ કરવો અમારા માટે આઘાતજનક છે. અમે શેરલોટમાં  એક નાનો સમુદાય છીએ. શીખ સમુદાયના સભ્ય અજય સિંહે શેરલોટ ઓબ્ઝર્વરને જણાવ્યું.
 

ઉલ્લેખનીય છે કે 2021ની સાલના અમેરિકન કોમ્યુનિટી સર્વે મુજબ, ઉત્તર કેરોલિનામાં 10.5 મિલિયન લોકોમાંથી આશરે 6,900 શીખો છે.તેવું એન;આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે.

(6:00 pm IST)