Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

‘‘હમ સબ એક હૈ'' : યુ.એસ.ના હપુસ્‍ટનમાં ઇન્‍ડિયા કલ્‍ચર સેન્‍ટરના ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસતાક દિન ઉજવાયો : રાષ્‍ટ્રગીતના ગાન, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, અંતાક્ષરી તથા મહાનુભાવોના ઉદબોધનો સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

હપુસ્‍ટન : યુ.એસ.ના હપુસ્‍ટનમાં ૨૦ જાન્‍યુ.૨૦૧૮ના રોજ સ્‍ટેફર્ડ સિવિક સેન્‍ટર ખાતે ઈન્‍ડિયા કલ્‍ચર સેન્‍ટરના ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસતાક દિન ઉજવાઇ ગયો. જેમાં ૧૮૦૦ જેટલા લોકોએ હાજરી આપી.

આ પ્રસંગે સ્‍ટેજ શો યોજાયો હતો. જેમાં નાના બાળકો મોટી સંખ્‍યમાં જોડાયા હતાં. તેમના વાલીઓ પણ સાથે જોડાયા હતા. ‘હમ સબ એક હૈ' સૂત્ર સાથે યોજાયેલા પ્રોગ્રામમા ઇસ્‍માઇલ મુકિત બેન્‍ડના પ્રોગ્રામ સાથે શરૂઆત કરાઇ હતી. ડેપ્‍યુટી ઇન્‍ડિયન કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સુરેન્‍દ્ર અધાનાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું હતું. પોલિટીકલ ઓફિસ સાથે સંકળાયેલા અગ્રણીઓને પણ ઉદબોધન કરવાની તથા સહુ સાથે મુલાકાતની તક મળી હતી. ૨૨ જેટલા જુદા જુદા ડાન્‍સ ગૃપોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતાં. સાંજે અંતાક્ષરી બાદ કાર્યક્રમ પૂરો થયો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:49 pm IST)