Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

શિકાગોમાં ફેડરેશન ઓફ ઇન્‍ડીયન એસોસીએસન્‍સ શિકાગોએ ૬૯મા પ્રજાસ્‍તાક દિનની કરેલી શાનદાર ઉજવણીઃ શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણ તથા કોંગ્રેસમેન રાજા કૃષ્‍ણમૂર્તિ તેમજ રાજકીય આગેવાનોએ મોટી સંખ્‍યામાં આપેલી હાજરીઃ સમાજના હિતાર્થે આ સંસ્‍થા દ્વારા વિવિધ પ્રકારના પ્રોગ્રામોનું કરવામાં આવેલુ આયોજનઃ પ્રજાસત્તાક દિનના પર્વની ઉજવણી પ્રસંગે મેડીકલ કેમ્‍પનુ કરવામાં આવેલું આયોજન અને શિકાગોના કોન્‍સ્‍લુય જનરલન વરદ હસ્‍તે તમામ ડોકટરોનું એવોર્ડ અર્પણ કરીને જાહેર સન્‍માન કરવામાં આવ્‍યુઃ ૩૦૦ જેટલા ભારતીય પરિવારના સભ્‍યોએ આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો

 (સુરેશ શાહ દ્વારા) શિકાગોઃ ફેડરેશન ઓફ ઇન્‍ડીયન એસોસીએસન્‍સ ઓફ શિકાગોના સંચાલકોએ જાન્‍યુઆરી માસની ૨૮મી તારીખને રવીવારે ઇટાસ્‍કા ટાઉનમાં આવેલ સ્‍વામીનારાયણ મંદિરના વિશાળ હોલમાં ભારતના ૬૯માં પ્રજાસ્‍તાક દિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી તે વેળા મુખ્‍ય મહેમાન તરીકે શિકાગોની ભારતીય કોન્‍સ્‍યુલેટના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણ તેમજ ઇલીનોઇ રાજયની આઠમી ડીસ્‍ટ્રીકટના કોંગ્રેસમેન રાજા કૃષ્‍ણર્મૂતિ તેમજ ભીન્‍ન ભીન્‍ન  શહેરોના  મેયરો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે ભારતીય સમાજના ૩૦૦ જેટલા સભ્‍યો હાજર રહ્યા હતા.

પ્રજાસત્તાક દિનના પર્વની ઉજવણી પ્રસંગે યોજવામાં આવેલ સમારંભની શરૂઆત દિપ પ્રાગટય વિધીથી કરવામાં આવી હતી અને તેમાં કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણ તેમજ કોંગ્રેસમેન રાજા કૃષ્‍ણમૂર્તિ તથા ભીન્‍ન ભીન્‍ન શહેરોના મેયરો તેમજ ચુંટાયેલા રાજકીય આગેવાનો તેમજ ભારતીય સમાજના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ વેળા આ સંસ્‍થાના સ્‍થાપક અને ભૂતપૂર્વ પ્રમુખ સુનીલભાઇ શાહ તેમજ ભૂતપૂર્વ પ્રમુખો ઓમકાર સંગા અને મુકેશભાઇ શાહે હાજર રહેલા મહાનુભાવો તથા ભારતીય સમાજના આગેવાનોને આવકાર આપી પ્રજાસત્તાક દિનનું મહત્‍વ વિસ્‍તૃત પૂર્વક સમજાવ્‍યું હતું આ પ્રસંગે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંસ્‍થાના સંચાલકોએ સમાજના હિતાર્થે વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્‍યા હતા જેમાં મેડીકલ ચેક અપ કેમ્‍પ, બ્‍લડ ટેસ્‍ટીંગ ટેક્ષ સર્વીસ પાસપોર્ટ અને વીઝા સર્વીસ, તેમજ મેડીકેર, મેડીકેડ, સોસીયલ સીક્‍યોસીટી તેમજ જે વિદ્યાર્થીઓ કોલેજમાં વધુ અભ્‍યાસ અર્થે જનાર છે તેઓને પોતાના અભ્‍યાસ અંગે સાચુ માર્ગેદર્શન મળી શકે તેમજ તેઓ તેમાં સફળતા પૂર્વક આગળ વધી શકે તે માટે સર્વેતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું અને તમામ પ્રકારના કાર્યક્રમોનું તેમાં આયોજન કરવામાં આવ્‍યું હતું.

શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણજીએ પોતાના પ્રવચનમાં FIAના  સંચાલકો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે જે સમાજ ઉપયોગી કાર્યો હાથ ધર્યા તે બદલ તમામને અભિનંદન અપ્‍યા હતા અને ભવિષ્‍યમાં પણ આવા પ્રકારના હાથ ધરવામાં આવે એવી લાગણી વ્‍યક્‍ત કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્‍યુ હતુ કે ભારના વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ વિવિધ પ્રકારના વિકાસના કાર્યો હાથ ધરવામાં આવેલ છે તે ખરેખર આવકારને પાત્ર છે તાજેરતમાં તેમણે સ્‍વીટઝરલેન્‍ડના દાવોસ શહેરમાં યોજવામાં આવેલ વર્લ્‍ડ ઇકોનોમીક ફોરમમાં હાજરી આપીને હાજર રહેલા વિશ્વના નેતાઓ તથા મોટીમોટી કંપનીના સીઇઓને સંબોધન કરતા પોતાના પ્રવચનમાં ભરત જે વિકાસના માર્ગે આગળ વધી રહ્યુ છે તેની વિસ્‍તૃત માહિતી આપી હતી અને હાજર રહેલા તમામ લોકોને તેને આવકાર આપ્‍યો હતો તે ભારત દેશ માટે એક આનંદ દાયક બીના છે. અમેરીકામાં વસવાટ કરતા ભારતીય સમાજ તથા અન્‍ય હાજર રહેલા લોકોને પણ ભારત સાથે વધુ મજબુત સંબંધો બાધવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ વેળા તેમણે આ દિવસે જે ડોકટરોએ મેડીકલ કેમ્‍પમાં સેવાઓ આપેલ તે સર્વેને એવોર્ડ અર્પણ કરીને જાહેર સન્‍માન કર્યુ હતું.

આ દિનની ઉજવણી પ્રસંગે શિકાગોની ભારતીય કોન્‍સ્‍યુલેટના અધીકારીઓ દ્વારા ભારતીય સમાજના લોકોને વીઝા, પાસપોર્ટ, ઓસીઆઇ તેમજ અન્‍ય વસ્‍તુઓ અંગે જરૂરી વિસ્‍તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી. ટેક્ષ કન્‍સલટન્‍ટ મુકેશ શાહ દ્વારા હાલમાં બદલાયેલા નવા ટેક્ષબીલ અંગે પણ માહિતીઓ આપવામાં આવી હતી.

ફેડરેશન ઓફ ઇન્‍ડીયન એસોસીએસન શિકાગો દ્વારા પ્રથમ વખતજ સમાજના હિતાર્થે જે વિવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્‍યા તે બદલ ભારતીય સમાજના લોકોમાં તેની મુક્‍ત કંઠે પ્રશંસા થઇ રહી છે અને સમાજના લોકોએ આ સંસ્‍થાના સંલાચકો સુનીલ શાહ નીલ ખોટ,મુકેશ શાહ, હિતેશ ગાંધી, નિનાદ દફતરી, રીટાસીંગ, ઓમકાર સંગા, ધીતુ ભગવાકર, પાયલ શાહ તેમજ ગુરમીટ ધલવાનને મળીને વ્‍યક્‍તિગત અભિનંદન પાઠવ્‍યા હતા.

પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ સમાજના લોકો પાસે કોઇપણ પ્રકારના નાણા એકત્રિત કર્યા વિના વિના મુલ્‍યે તેનુ આયોજન કર્યુ તે ખરેખર ધન્‍યવાદ અને આવકારને પાત્ર છે તેમજ આવા પ્રકારના કાર્યો ભવિષ્‍યમાં યોજવામાં આવે તેમ સર્વે લોકો ઇચ્‍છી રહ્યા છે. ડો કમલ પટેલ કે જેએ આ સંસ્‍થાના અગ્રણી છે તેમણે મેડીકલ કેમ્‍પનું સંચાલન સુંદર રીતે કર્યુ તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.

(9:50 pm IST)