Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

રશિયાની ઓરેનબર્ગ મેડીકલ યુનિવર્સિટીમાં ભારતનો ૬૯મો પ્રજાસતાક દિવસ ઉજવાયો : ૮૬૦ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો, ડીન, વાઇસ ચેરમેન, ચાન્‍સેલર સહિતનાઓની ઉપસ્‍થિતિ સાથે કરાયેલી ઉમંગભેર ઉજવણી

ઓરેનબર્ગ : રશિયામાં આવેલી ઓરેનબર્ગ સ્‍ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ૨૬ જાન્‍યુ.ના રોજ ભારતનો ૬૯મો પ્રજાસતાક દિવસ ઉમંગભેર ઉજવાઇ ગયો. જેમાં યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા ગુજરાતી સ્‍ટુડન્‍ટસ સહિત કુલ ૮૬૦ જેટલા સ્‍ટુડનટસએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં યુનિવર્સિટીના ચાન્‍સેલર, વાઇસ ચેરમેન, ડીન, પ્રોફેસરો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું આયોજન શ્રી ડો. અશોક પટેલે કર્યુ હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:14 pm IST)