Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પ્‍લેનમાં મુસાફરી કરી રહેલી પ્રસૂતાની વહારે ઇન્‍ડિયન અમેરિકન ડો.સિજ હેમલઃ ભારતથી અમેરિકા જતા પ્‍લેનમાં મુસાફરી કરી રહેલી મહિલાને અચાનક દુઃખાવો ઉપડતા સુખરૂપ ડીલીવરી કરાવી દીધી

યુ.એસ.: ઇન્‍ડિયન અમેરિકન ડોકટર સિજ હેમલએ વતન ભારતથી યુ.એસ.જતી વખતે પ્‍લેનમાં અચાનક એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા સુખરૂપ ડીલીવરી કરાવી દીધી હતી.

યુ.એસ.ના કિલવલેન્‍ડ કિલનિકના યુરોલોજીકલ એન્‍ડ કિડની ઇન્‍સ્‍ટીટયુટમાં બીજા વર્ષમાં રેસિડન્‍ટ ડોકટર તરીકે કાર્યરત આ ડોકટર પ્‍લેનમાં ફસ્‍ટેકલાસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્‍યા એક મહિલાને પ્રસૂતિ આવે તેમ હોવાથી કોઇ ડોકટર હોય તો મદદ કરવા જણાવાયું હતું. આથી તેમણે આરામ કરવાને બદલે મહિલાને સુખરૂપ ડીલીવરી કરાવી દીધાનો સંતોષ મેળવ્‍યો હતો. મહિલાને પુત્રની પ્રાપ્તિ થતાં તેનું નામ જેક રખાયુ હતુ.

ભારતથી પેરિસ અને પેરિસથી અમેરિકા જઇ રહેલા ફ્રાંસના એર લાઇન્‍સએ તેમને ગીફટ આપી આભાર માન્‍યો હતો. પ્‍લેનમાં મુસાફરી કરતા તમામ પ્રેસેન્‍જરોએ ઇન્‍ડિયન અમેરિકન ડોકટરની માનવતાને બિરદાવી હતી.

(10:10 pm IST)