Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

યુ.એસ.માં છેલ્લા ૩ વર્ષથી સ્‍થાયી થયેલા ઇન્‍ડિયન અમેરિકન સોફટવેર એન્‍જીનીયરનો મૃતદેહ મળી આવતા ખળભળાટ : ટેકસાસ દલાસમાં પેઇંગ ગેસ્‍ટ તરીકે રહેતા તેલંગણાના વતની યુવાન ૩૦ વર્ષીય વેન્‍કન્‍નાગરી ક્રિશ્ન ચૈતન્‍યના મૃત્‍યુનું કારણ અજ્ઞાત : પોસ્‍ટ મોર્ટમ બાદ મૃતદેહ તેલંગણા મોકલાશે

હપુસ્‍ટન : યુ.એસ.માં છેલ્લા ૩ વર્ષથી સ્‍થાયી થયેલા અને ટેકસાસના દલાસમાં પેઈંગ ગેસ્‍ટ તરીકે રહેતા ઇન્‍ડિયન અમેરિકન સોફટવેર એન્‍જીનીયર ૩૦ વર્ષીય વેન્‍કન્‍નાગરી ક્રિશ્ન ચૈતન્‍યનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્‍યો છે.

વધારે સમય સુધી તેનો રૂમ બંધ રહેલો જોવા મળતા મકાન માલિકે રૂમ ખોલી તપાસ કરતાં અંદરથી તેનો મૃતદેહ મળી આવ્‍યો છે.

તેલંગણાના વતની આ યુવાનના પરિવારને કોન્‍સ્‍યુલેટ ઓફિસ દ્વારા જાણ કરી તેના મૃતદેહ મોકલવાની વ્‍યવસ્‍થા થઇ રહી છે. જો કે તેના મોતનું કારણ જાણવા નહીં મળતા પોસ્‍ટ મોર્ટમ કરવામાં આવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:22 pm IST)