Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અમેરિકાના ગન કલ્‍ચરે પાટીદાર યુવાનનો ભોગ લીધોઃ ફલોરિડાના મિયામી બિચ ઉપર ગર્લફ્રેન્‍ડ સાથે ફરવા ગયેલા યુવક કામીલ પટેલ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ પોલીસ તપાસ ચાલુ

ફલોરિડાઃ યુ.એસ.માં ગન કલ્‍ચર હાહાકાર મચાવી રહ્યું હોવાનો વધુ એક કિસ્‍સો બહાર આવ્‍યો છે જે મુજબ પોતાની ગર્લફ્રેન્‍ડ સાથે ફલોરિડાના મિયામી બિચ ઉપર ફરવા ગયેલા ભારતીય મૂળના પાટીદાર યુવક ૨૯ વર્ષીય કામીલ પટેલની કોઇ અજાણ્‍યા શખ્‍સોએ ગોળી મારી હત્‍યા કરી છે.

બિચ ઉપર હાજર અન્‍ય લોકો ગોળીબારના અવાજથી દોડી આવ્‍યા હતા. તથા એક યુવકને ગોળી વાગવાથી ઢળી પડેલો જોતા પોલીસને ફોન કર્યો હતો. આ નજરે જોનારાઓના મંતવ્‍ય મુજબ તેમણે યુવકની ગંભીર હાલત જોતા સૌપહેલા તબીબને ફોન કર્યો હતો. પરંતુ તે આવે તે પહેલાં જ યુવક મૃત્‍યુ પામ્‍યો હતો.

યુવકની ગર્લફ્રેન્‍ડ કૈટી પાર્કએ ફેસબુક ઉપર કરેલા નિવેદન મુજબ તે આ યુવકના કારણે જ જીવતી હતી જયારે કામીલને ગોળી લાગી ત્‍યારે તેના છેલ્લા શબ્‍દો હતા કે કૈટી તું જીવવાનું ચાલુ રાખજે તથા ઘટના સ્‍થળેથી ભાગી જવા કહ્યું હતું.

પોલીસ દ્વારા હત્‍યારાઓને પકડવાનો પ્રયાસ ચાલુ છે. તેમજ માહિતિ આપનાર માટે પાંચ હજાર ડોલરનું ઇનામ પણ જાહેર કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:21 pm IST)