Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

યુ.એસ.માં ૧૨ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ધરપકડ કરી દેશનિકાલ કરવાની કાર્યવાહીમાંથી ઇન્‍ડિયન અમેરિકન એકટીવીસ્‍ટ રવિ રગબીરને હાલપુરતી રાહત : કોઇપણ જાતના બચાવની તક આપ્‍યા વિના ધરપકડ કરવાની અને દેશનિકાલ કરવાની બાબત રવિ રગબીરના હકકો ઉપર તરાપ સમાન જણાવતો મેનહટન ફેડરલ કોર્ટનો ચૂકાદો

ન્‍યુયોર્ક : યુ.એસ.માં ૧૨ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ઇમીગ્રેશન એન્‍ડ કસ્‍ટમ્‍સ એન્‍ફોર્સમેન્‍ટ (ICE) દ્વારા  ધરપકડ કરી દેશનિકાલ કરવાની કાર્યવાહીમાંથી ઇન્‍ડિયન અમેરિકન ઇમિગ્રેશન એકટીવીસ્‍ટ રવિ રગબીરને હાલ પુરતી રાહત આપતો ચુકાદો મેનહટન ફેડરલ કોર્ટએ ફરમાવ્‍યો છે. જે મુજબ તેને મુકત કરવા જણાવ્‍યું છે. તથા કોઇપણ જાતના બચાવની તક આપ્‍યા વિના ધરપકડ કરવા બદલ ટીકા કરી છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૧ની સાલમાં ત્રિનિદદા એન્‍ડ ટોબેગોથી યુ.એસ. આવેલા અને ૧૯૯૪ની સાલથી કાયમી રહેણાંક ધરાવતા રગબિરના ઇમીગ્રેશન રાઇટસની જાળવણીની તક આપવા તથા હાલ પુરતો  દેશનિકાલનો હુકમ રદ કરવા જણાવાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:18 pm IST)