Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

સુપ્રતિષ્ઠિત સ્વોર્ઝમેન સ્કોલરશીપ માટે ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસની પસંદગીઃ ૪૧ દેશો તથા ૧૦૮ યુનિવર્સિટીઓના ૪૭૦૦ સ્ટુડન્ટસ વચ્ચે મેદાન માર્યુ

ન્યુયોર્કઃ વિશ્વની સુપ્રતિષ્ઠિત ગણાંતી સ્વોર્ઝમેન સ્કોલરશીપ માટે અમુક ઇન્ડિયન અમેરિકન પસંદગી પામ્યા છે. બેજીંગ ખાતેની સ્વોર્ઝમેન કોલેજ સિંધુઆ યુનિવર્સિટીએ ૪ ડિસેં.૨૦૧૯ના રોજ પાંચમાં વાર્ષિક કલાસ માટે બહાર પાડેલી ગ્રેજ્યુએટ સ્કોલરશીપમાં ૧૪૫ સ્કોલરર્સએ સ્થાન મેળવ્યું છે.

૪૧ દેશો તથા ૧૦૮ યુનિવર્સિટીના ૪૭૦૦ સ્ટુડન્ટસમાંથી પસંદ કરાયેલ ઉપરોકત ૧૪૫ સ્કોલર્સમાં સ્થાન હાંસલ કરનાર ઇન્ડિયન અમેરિકન સ્કોલર્સમાં  શ્રી અનિરૂધ્ધ સુરેશ, શ્રી લક્ષ્મી પ્રકાશ શ્રી રવિ વેરીઆહ શ્રી સારા કુમાર, શ્રી સુમન કુમાર, ક્ષશ્રી તનવીરસિંઘ, સુશ્રી દેવપ્રિયા દાસ, સુશ્રી ગુલમીના ખટ્ટક, શ્રી હાતિમ હુસેન, શ્રી મેથ્યુ હાન રાજા કુમાર, સુશ્રી પ્રતિમા ગર્ગ, સુશ્રી શ્રેયા નાયક સહિતનાઓનો સમાવેશ થાય છે. જેઓ ૨૦૨૦ની સાલના ઓગસ્ટ માસથી શરૂ થનારા માસ્ટર ડીગ્રી કલાસમાં જોડાશે.

(8:14 pm IST)