Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

ઓસ્ટ્રેલિયાના જંગલની આગ શહેરમાં પહોંચીઃ લોકપ્રિય પર્યટન સ્થળ મલ્લકૂટામાં ૪૦૦૦ પ્રવાસીઓ ફસાયા

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના જંગલમાં ફાટી નીકળેલા દાવાનળની જવાળાઓ લોકપ્રિય પર્યટન સ્થળ ગણાતા તથા સમુદ્ર કિનારે આવેલા મલ્લકૂટા શહેરના સિમાડાઓ સુધી પહોંચી ગઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ આ આગથી ઘેરાયેલા ૩૦ હજારની વસતિ ધરાવતા શહેરમાં ૪ હજાર જેટલા પર્યટકો ફસાઇ ગયા છે. જેઓની મદદ માટે તાત્કાલિક સરકારી કુમક મોકલાઇ છે.

(12:00 am IST)