Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

યુ.એસ.માં GOPIO કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે વાર્ષિક હોલી ડે પાર્ટીનું આયોજન કરાયું: લોકલ ચેરીટી માટે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ ૨૦૨૦ની સાલ માટે નવા હોદેદારોના નામોની ઘોષણાં કરાઇ

કનેકટીકટઃ યુ.એસ.માં ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO) કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે તાજેતરમાં ૧૩ ડિસેં. ૨૦૧૯ના રોજ વાર્ષિક હોલી ડે પાર્ટી તથા લોકલ ચેરીટી માટે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયુ હતું. જે અંતર્ગત ૨૦૨૦ની સાલ માટેના હોદેદારોના નામોની ઘોષણાં કરાઇ હતી.

નવનિયુકત ટીમના પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી અશોક નિચાણી, એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી શ્રીનિવાસ અકારાપુ, વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી પ્રસાદ ચિન્તાલાપુડી, સેક્રેટરી તરીકે ડો.રજનીશ મિશ્રા, જો.સેક્રેટરી તરીકે સુશ્રી મીરા બાન્ટા, ટ્રેઝરર તરીકે શ્રી બિરૂ શર્મા, તથા ઇમી પાસ્ટ પ્રેસિડન્ટ તરીકે સુશ્રી અનિતા ભટ્ટ એકઝીકયુટીવ કમિટીમાં ચાલુ રહેશે તેવી ઘોષણાં કરાઇ હતી. ઉપરાંત સુશ્રી શેલી નિચાણી તથા સુશ્રી ભાવના જુણેજા ટ્રસ્ટીઓ તરીકે ચૂંટાઇ આવ્યા હતાં.

ફંડ રેઇઝીંગ તરીકે પ હજાર ડોલર ભેગા થયા હતા. જે લોકલ ચેરીટી તરીકે ચિલ્ડ્રન્સ લર્નીગ સેન્ટરને આપવામાં આવ્યા હતાં.

(9:20 pm IST)