Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)'':૨૦ હજાર મેડીકલ સ્ટુડન્ટસ સહિત ૮૦ હજારની મેમ્બરશીપ ધરાવતા ઓર્ગેનાઇઝેશનનું ૩૭મું વાર્ષિક અધિવેશન એટલાન્ટા મુકામે યોજાશેઃ ૩ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન યોજાનારા અધિવેશનમાં ૨૫૦૦ જેટલા પ્રતિનિધિઓ ઉમટી પડવાની ધારણાં

એટલાન્ટાઃ ''અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)''નું ૩૭મું વાર્ષિક અધિવેશન એટલાન્ટામાં ૩ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન મળશે તેવું AAPI પ્રેસિડન્ટ ડો.નરેશ પરીખએ કિક ઓફ મીટીંગમાં જણાવ્યું છે.

ઓમ્ની એટલાન્ટામાં આવેલા CNN સેન્ટર તથા જયોર્જીયા વર્લ્ડ કોંગ્રેસ સેન્ટર ખાતે યોજાનારા આ અધિવેશનમાં વિશાળ સંખ્યામાં મેમ્બર્સ તથા પ્રતિનિધિઓ જોડાશે.

જેમાં સાયન્ટીફિક સંશોધનો, પ્રદર્શનો, લેટેસ્ટ થેરાપી, મેડીકલ ટેકનોલોજી, સ્પેશીઆલીટી, મેનેજમેન્ટ ઇસ્યુ, સહિતના વિષયો ઉપર વિવિધ વર્કશોપ યોજાશે.

૨૦ હજાર મેડીકલ સ્ટુડન્ટસ સહિત ૮૦ હજારની મેમ્બરશીપ ધરાવતા AAPIના આ અધિવેશનમાં ૨૫૦૦ જેટલા પ્રતિનિધિઓ હાજરી આપશે તેવો અંદાજ છે.

(8:02 pm IST)