Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

૧૦૦ દિવસમાં ૨૯૦૦ કિ.મી.નો સાયકલ ઉપર પ્રવાસઃ ઓસ્‍ટ્રેલિયામાં સ્‍પોર્ટસ મેનેજમેન્‍ટનો અભ્‍યાસ કરતી મુંબઇની ૧૯ વર્ષીય યુવતિ વેદાંગી કુલકર્ણીનો સંકલ્‍પઃ જુન ૨૦૧૮માં પ્રવાસ શરૂ કરતા પહેલા ભારતમાં પ્રેકટીસ દરમિયાન આવો વિક્રમ સર્જનાર સૌપ્રથમ મહિલા બનવાની નેમ વ્‍યક્‍ત કરી

વડોદરાઃ ૧૦૦ દિવસમાં ૨૯૦૦૦ કિ.મી.નો સાયકલ ઉપર પ્રવાસ કરવાનો વિક્રમ સર્જવાના દૃઢ સંકલ્‍પ સાથે મુંબઇની ૧૯ વર્ષીય યુવતિ વેદાંગી કુલકર્ણી ઓસ્‍ટ્રેલિયામાં પર્થ ખાતે સ્‍પોર્ટસ મેનેજમેન્‍ટનો અભ્‍યાસ કરે છે તે આવો વિક્રમ સર્જનારી પ્રથમ મહિલા બનવા માંગે છે.

વેદાંગી જુન ૨૦૧૮માં પર્થની સાયકલ લઇને વિશ્વ પ્રવાસે નીકળશે. તથા ઓસ્‍ટ્રેલિયાના મહત્‍વના સ્‍થળોનો પ્રવાસ કરી બાદમાં ન્‍યુઝીલેન્‍ડ, અમેરિકા, કેનેડા, પોર્ટુગલ, સ્‍પેન, ફ્રાંસ, બેલ્‍જીયમ, જર્મની ડેન્‍માર્ક, સ્‍વીડન, રશિયા, તથા ચીન થઇને ઓસ્‍ટ્રેલિયા પરત ૧૦૦ દિવસમાં ૨૯૦૦૦ કિ.મી.નો પ્રવાસ સાયકલ ઉપર પૂર્વ કરવા માટે તેણે દરરોજ ૩૦૦ કિ.મી.નું સાયકલીંગ કરવું પડશે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે તે પ્રેકટીસ કરવા મુંબઇથી દિલ્‍હીની ટેસ્‍ટ રાઇડ માટે નીકળી છે. ગુરૂવારે તે વડોદરા આવી પહોંચી હતી. તેણે જણાવ્‍યું હતું કે આટલી લાંબી મુસાફરી કરતા પહેલા તેમાં કયા પ્રકારની તકલીફો પડી શકે છે તેનો અંદાજ કાઢવા તેણે ભારતમાં ટુર કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે ભારતમાં દરેક પ્રકારના અનુભવ મળી શકે છે. તેવું તેણે જણાવ્‍યું હોવાનું સમાચારસૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:38 pm IST)