Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

એચ -1બી વિઝા ઉપર પ્રતિબંધનો ટ્રમ્પનો હુકમ કેલિફોર્નિયા કોર્ટએ ફગાવ્યો : પૂરતો સમય આપ્યા વિના આદેશ કરી દેવાયો છે : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં અર્થતંત્રને વેગ આપવા માટે નિષ્ણાતોની જરૂર હોવાનું મંતવ્ય

શિકાગો : એચ -1બી વિઝા ઉપર પ્રતિબંધનો ટ્રમ્પનો હુકમ કેલિફોર્નિયા કોર્ટએ ફગાવ્યો હોવાનું જાણવા મળે છે.ડોનાલ્ડ ટ્રમ્પએ વિદેશથી આવતા નિષ્ણાતોને અપાતા એચ -1 બી વિઝા ઉપર વર્ષ પૂરું થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો.

ઉપરાંત આ વિઝાધારકોને મળવાપાત્ર વેતન વધારી દેવાનો આદેશ કરાયો હતો તેથી કંપનીઓ ઉપર વધારાનો બોજો આવી પડ્યો હતો.જેના પરિણામે પૂરતો સમય આપ્યા વિના આદેશ કરી દેવાયો છે.તેવી કોર્ટમાં અરજ ગુજારાઇ હતી.
નામદાર કોર્ટએ વર્તમાન કોવિદ -19 સંજોગોમાં અર્થતંત્રને વેગ આપવા માટે નિષ્ણાતોની જરૂર હોવાનું જણાવી નવા વિઝા ઉપરનો તથા વિઝા રીન્યુ કરવા ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)
  • અત્યારે મોડી રાત્રે બુરેવી વાવાઝોડું તોફાની પવન સાથે શ્રીલંકાના સાગર કાંઠા ઉપર ત્રાટકી ચૂક્યું છે અને હવે ભારતના તામિલનાડુના દરિયાકાંઠાથી પસાર થશે વિગતોની રાહ જોવાઈ ગઈ છે access_time 12:13 am IST

  • અહેમદભાઇને શ્રદ્ધાંજલિ અર્પવા પ ડીસેમ્બરે અમદાવાદમાં આયોજન : શાહીબાગ ખાતે સરદાર સ્મારકમાં શ્રદ્ધાંજલી સભાનું આયોજન થયું છે. જેમાં રાજયભરના કોîગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળે છે. access_time 5:58 pm IST

  • ' સુબહકા ભુલા હુવા શામકો વાપસ આયે તો ભૂલા નહીં કહલાતા ' : પશ્ચિમ બંગાળના તૃણમૂલ પાર્ટીના મિનિસ્ટર શુભેન્દુ અધિકારીના મનામણાં : મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું હતું : ભાજપમાં જોડાઈ જવાની શક્યતા હતી : પાર્ટીના વરિષ્ટ આગેવાન અભિષેક બેનરજી તથા ચૂંટણી ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે તમામ મુદ્દે સમાધાન કરાવી દેવાની ખાતરી આપી access_time 12:11 pm IST