Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

‘‘દિવાળી ડિનર'': યુ.એસ.માં DFW સિનીયર સિટીઝન સમાજના ઉપક્રમે ૧૨ નવેં.ના રોજ કરાયેલી ઉજવણીઃ નૂતન વર્ષાભિનંદન, ડાન્‍સ પ્રોગ્રામ, ડિનર, સહિતના આયોજનોમાં ૩૫૦ ઉપરાંત ભાઇ બહેનોની ઉપસ્‍થિતિ

દલ્‍લાસઃ DWF સીનીયર સીટીઝન સમાજ દ્વારા દિવાળી પર્વની ભવ્ય ઉજવણી તા.૧૨ મી નવેમ્બરના રોજ સાંજે હિંન્દુ મંદિર (એકતા મંદિર ) ખાતે ઉજવવામાં આવેલ...લગભગ ૩૫૦ થી વધુ સભ્ય ભાઈ બહેનો તથા ચીફ ગેસ્ટ શ્રી કિશોરભાઈ અને કાશ્મીરાબેન (શઁફુર્શી ણર્ુીર્દ્યીશ્વ ) ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમની શરુઆતમા વોલન્ટીયર બહેનોએ દિવો લઈને હોલમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ જોષીજી અને ગોપાલભાઈ મહારાજે પ્રાથના કરી હતી.... માસ્ટર ઓફ સેરીમની તરીકે શ્રીમતિ નીલમબેન હતાં... પ્રથમ એપેટાઈઝરમાં પકોડા,ચેવડો,વેજી મન્ચુરીયમ,મઠીયાં વગેરે પીરસવામાં આવેલ...ત્યાર બાદ પ્રમુખશ્રી મુકુંદભાઈ પટેલે આવકાર પ્રવચન આપેલ, તેમજ સૌને નૂતન વર્ષ ની શુભેચ્છા પાઠવેલ . તેઓએ  ચાલું વર્ષની સંસ્થાની પ્રવ્રુતિ વિશે વિગતે ક્યાલ આપેલ...તેમણે તેમજ સેક્રેટરી રમેશભાઈ મનુબરવાલાએ સર્વ વોલીન્ટયર ભાઈ-બહેનો,ટેમ્પલ કમીટી,સ્પોન્સરર અને સંસ્થાને વર્ષ દરમ્યાન સહકાર આપવા બદલ સર્વે નો આભાર માન્યો હતો ... ત્યાર બાદ સર્વ વોલન્ટીયરો ને ગીફ્ટ આપી આભાર માન્યો હતો...ત્યાર બાદ ફશ્વશદ્દક્ક લ્‍ત્રર્્ીત્ત્દ્દશ ખ્‍ણૂણર્ૂીફુફૂળક્ક (વંદિતા પરીખ ) ના સ્ટુડન્ટો  દ્વારા સુંદર ડાન્સ પોગ્રામ રજુ કરવામાં આવ્યો હતો... કાર્યક્રમના અંતમા  પ્રાથના પછી વોલન્ટીયર બહેનો દ્વારા બનાવેલ શ્રીખંડ-પૂરી ખમણ ઘુઘરા, વગેરેનો સૌ સભ્યોએ ખૂબ મોજ થી સ્વાદ માણીને છુટા પડયા હતા, કમીટીના સભ્યોએ ખુબજ ઝહેમત થી પોગ્રામ સફળ બનાવેલ.

તેવું પ્રમુખશ્રી મુકુંદભાઇ પટેલના અહેવાલ દ્વારા શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

 

(9:03 pm IST)