Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

મોડર્ન સાયન્‍સ સાથે આયુર્વેદના સિધ્‍ધાંતોના ઉપયોગ વડે IHD,કેન્‍સર,એલર્જી,સહિતના દર્દોની સારવારઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન કાર્ડિયોવેસ્‍કયુલર સર્જન ડો.રવિશંકરએ છેલ્લામાં છેલ્લા સંશોધનો તથા મેડીકલ પ્રેકટીસના આધારે આયુર્વેદનું મહત્‍વ સમજાવ્‍યું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.સ્‍થિત કાડિયો વેસ્‍કયુલર સર્જન ઇન્‍ડિયન અમેરિકન ડો.રવિશંકર પોલીસેટ્ટીએ તાજેતરમાં ૧૯ નવેં.ના રોજ મોઘલાઇ દરબાર, મોન માઉથ જંકશન ન્‍યુજર્સી મુકામે તેમના છેલ્લા સંશોધનો તથા મેડીકલ પ્રેકટીસ વિષે રસપ્રદ ઉદબોધન કર્યુ હતું.

ડો.રવિશંકરે જણાવ્‍યું હતું કે તેઓ આયુર્વેદના સિધ્‍ધાંતોનો ઉપયોગ મોડર્ન સાયન્‍સ સાથે કરી રહ્યા છે જેના વડે તેઓ IHD કેન્‍સર,આર્થ્રિટ્રીસ, એલજી, બ્રોન્‍સીઅલ અસ્‍થમા સહિતના દર્દોની સારવાર કરી રહ્યા છે.

રશિયાના બાકૌલેવ સાયન્‍ટીફિક સેન્‍ટર ફોર કાર્ડિયોવેસ્‍કયુલર સર્જરીમાંથી ટ્રેનીંગ લઇ આવેલા ડો.રવિશંકરના ૫૦ ઉપરાંત સાયન્‍ટીફીક આર્ટિકિલ્‍સ આંતર રાષ્‍ટ્રિય જર્નલમાં સ્‍થાન પામી ચૂકેલા છે.

ડો.રવિશંકરના ઉદબોધન તથા પ્રોગ્રામની હાઇલાઇટસ વ્‍સ્‍ખ્‍તર્શી ન્‍યુઝ ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપ વિભાગમાં જોઇ શકાશે. તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્‍ય સાથે વ્‍સ્‍ખ્‍તર્શી ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

 

 

(9:08 pm IST)