Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

યુ.એસ.માં ન્‍યુજર્સીના ૧૧મા ડીસ્‍ટ્રીકટમાંથી સ્‍ટેટ સેનેટર તરીકે વિજેતા થયેલા શ્રી વિન ગોપાલના વિજયની ઉજવણીઃ ૧૭ નવેં.ના રોજ મિલસ્‍ટોન ન્‍યુજર્સી મુકામે સાઉથ એશિયન કોમ્‍યુનીટી આયોજીત ઉજવણીમાં શ્રી વિન ગોપાલએ તમામ કોમ્‍યુનીટી મેમ્‍બર્સનો આભાર માન્‍યો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સીના ૧૧મા ડીસ્‍ટ્રીકટમાંથી સ્‍ટેટ સેનેટરની ચૂંટણીમાં પૂર્વ સ્‍ટેટ સેનેટર રિપબ્‍લીકન જેનિફર બેકને પરાસ્‍ત કરી વિજય મેળવનાર વિજયની ઉજવણી ૧૭ નવેં.ના રોજ સાઉથ એશિયન કોમ્‍યુનીટી દ્વારા કરવામાં આવી હતી.

મોનરો એડલ્‍ટ ડે કેર સેન્‍ટર મિલસ્‍ટોન ન્‍યુજર્સી મુકામે કરાયેલી ઉજવણીમાં મોનમાઉથ કાઉન્‍ટી ડેમોક્રેટીકના પૂર્વ ચેરમેનશ્રી વિન ગોપાલના વિજયની ઉજવણી પ્રસંગે શ્રી વિનએ તમામ કોમ્‍યુનીટી મેમ્‍બર્સ તરફથી મળેલી મદદ તથા સહકાર માટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

પ્રોગ્રામની હાઇલાઇટ વ્‍સ્‍ખ્‍તર્શી ન્‍યુઝ ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપમાં જોવા મળશે તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્‍ય સાથે વ્‍સ્‍ખ્‍તર્શી ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

 

 

(9:28 pm IST)