Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

યુ.એસ. ના કેનેડી સેન્‍ટરને ઈન્‍ડિયન અમેરિકન કપલ શ્રી ત્રેહાનનું ૧ મિલીયન ડોલરનું ડોનેશન : અમેરિકામાં ભારતની સંસ્‍કૃતિ, પરંપરા, ઈતિહાસ, મ્‍યુઝીક સહિતના પ્રોગ્રામોના આયોજનો દ્વારા વતની સંસ્‍કૃતિ ઉજાગર કરવાનો હેતુ

વોશીંગ્‍ટન : ભારતીય સંસ્‍કૃતિનું નિદર્શન કરાવતા પ્રોગ્રામોનું આયોજન કરવા યુ.એસ. સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન કપલ શ્રી રણવીર ત્રેહાન તથા શ્રી આદર્શ ત્રેહાનએ વોશીંગ્‍ટનના સુપ્રતિષ્‍ઠિ કેનેડી સેન્‍ટરને ૧ મિલીયન ડોલરનું ડોનેશન આપ્‍યું છે. જેમાંથી ભારતનો ઈતિહાસ, પરંપરા, સાહિત્‍ય, મ્‍યુઝીક, ડાન્‍સ, તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાશે.

શ્રી મેહાન કપલના આ ઉમદા કાર્યને યુ.એસ. સ્‍થિત ભારતના એમ્‍બેસેડર શ્રી નવતેજ સરનાએ બિરદાવ્‍યું છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૬૪ની સાલમાં અમેરિકા ગયેલા શ્રી ત્રેહાન ૨૦૦૩ ની સાલથી તેમના ફાઉન્‍ડેશન દ્વારા ગરીબોને મદદરૂપ થાય છે તથા પર્ફોમીંગ આર્ટસ ક્ષેત્રે ડોનેશન આપવા ઉપરાંત માનવતાવાદી કાર્યો કરે છે.

 

(9:24 pm IST)