Gujarati News

Gujarati News

News of Sunday, 31st October 2021

અમૃતસરમાં આવેલું શીખોનું તીર્થસ્થાન 'સુવર્ણ મંદિર' હવે સોલાર લાઇટથી ઝળહળશે : યુએસ સ્થિત યુનાઇટેડ શીખ મિશનની નાણાકીય સહાયથી 525 KW ક્ષમતાનો સોલર પાવર પ્લાન્ટ કાર્યરત કરાયો : વિદ્યુત બિલમાં 33 ટકાની બચત થશે

પંજાબ : યુએસ સ્થિત યુનાઇટેડ શીખ મિશનની નાણાકીય સહાયથી, મંગળવારે અમૃતસરમાં, સૌથી પવિત્ર શિખ ધર્મસ્થળો, હરમંદિર સાહિબ, જે સુવર્ણ મંદિર તરીકે પ્રખ્યાત છે, માં 525 કેડબલ્યુ ક્ષમતાનો સોલર પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો.

"અમારું મિશન શ્રી દરબાર સાહિબ ખાતે ચોવીસ કલાક સ્વચ્છ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાનું છે, તેનાથી વાર્ષિક વીજળી બિલના 33 ટકા બચત,થશે .તેવું યુનાઈટેડ શીખ મિશનના પ્રમુખ રશપાલ સિંહ ધીંડસાએ મીડિયાને જણાવ્યું હતું. તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(12:22 pm IST)