Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

હવે અમેરિકામાં નોકરી કરવાનું બન્યું અઘરું : એચ-1બી વિઝાની અરજી પ્રક્રિયા થઈ કડક

લેબર ડિપાર્ટમેન્ટ વિદેશી કર્મચારીની નિયુક્તિ-રોજગારનો મુદ્દે ચકાસણી કરશે : એમ્પ્લોયર્સને જાણકારી આપવી પડશે

વોશિંગ્ટનઃ હવે અમેરિકામાં નોકરી કરવાનું અઘરું બની શકે છે અમેરિકન સરકારે એચ-1બી વિઝાની અરજીના નિયમો કડક કર્યા છે. જે હેઠળ અમેરિકન એમ્પ્લોયર્સને એ જાણકારી પણ આપવી પડશે કે કેટલા વિદેશીઓ તેમની હેઠળ કામ કરી રહ્યાં છે. જેથી એચ-1બી વિઝાની આવેદન પ્રક્રિયા કડક થઈ જશે.

  લેબર ડિપાર્ટમેન્ટ એ ચકાસણી કરશે કે ખાસ પદ માટે સ્થાનીક સ્તર પર કોઈ ઉપયુક્ત વ્યક્તિ મળી નથી રહ્યો તો આ માટે કંપની એચ 1બી વિઝા શ્રેણી હેઠળ વિદેશી કર્મચારીને નિયુક્ત કરી શકે છે. શ્રમિક આવેદન ફોર્મમાં નિયોક્તાઓને એચ1બી થી જોડાયેલી તમામ રોજગાર શરતો વિશે વધારે જાણકારી આપવી પડશે.
 અરજી ફોર્મમાં એમ્પ્લોયર્સને જાણકારી આપવી પડશે કે એચ 1બી વિઝા કર્મચારીઓ માટે ક્યાં ક્યાં રોજગાર છે. તેમને કેટલા સમય માટે રાખવામાં આવશે અને કેટલી જગ્યાઓ પર એચ 1બી વિઝા કર્મચારીઓ માટે કેટલા નવા રોજગાર પૂરા પાડી શકે છે. નવા નિયમો હેઠળ એમ્પ્લોયર્સને એ પણ જણાવવું પડશે કે સ્થાન પર કેટલા વિદેશી કર્મચારી પહેલાથી કામ કરી રહ્યાં છે.

 

(12:22 am IST)