Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

''આર્કિટેકટ ઓફ ધ ઇયર'' : ઇન્ડિયન અમેરિકન શ્રી પારિતોષ કુમારને એડિસન ચેમ્બર ઓફ કોમર્સનો એવોર્ડ

ન્યુજર્સી :  ઇન્ડિયન અમેરિકન આર્કિટેકટ શ્રી પારિતોષ કુમારને ન્યુજર્સીમાં '' આર્કિટેકટ ઓફ ધ ઇયર'' બિરૃદથી નવાજવામાં આવ્યા છે.

એડિસન ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત ન્યુજર્સી મુકામે ૧૯માં વાર્ષિક એવોર્ડ વિતરણ સમારંભ પ્રસંગે શ્રી પારિતોષને ઉપરોકત એવોર્ડ આપી ર૩ ઓકટો. ર૦૧૮ ના રોજ સન્માનિત કરાયા હતા.

PK આર્કિટેકચરના પ્રિન્સીપાલ શ્રી પારિતોષએ  ગ્રેટર એડિસનમાં સાત હજાર ઉપરાંત મેડીકલ, રેસિડેન્શીયલ, તેમજ કોમર્શીયલ પ્રોજેકટ પાર પાડવમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેવું ચેમ્બર પ્રેસિડન્ટ જોસેફ કોયલેએ એવોર્ડ વિતરણ સમારંભમાં જણાવ્યું હતું જે બદલ શ્રી પારિતોષએ તમામનો આભાર માન્યો હતો.

(10:07 pm IST)