Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં ઇન્ડિયન/એશિઅન સ્ટુડન્ટસ પ્રત્યે ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપઃ સ્ટુડન્ટસ ફોર ફેર એડમિશન (SFFA) દ્વારા દાખલ કરાયેલા દાવાને ફગાવી દેતી ન્યુયોર્ક ફેડરલ કોર્ટઃ યુનિવર્સિટીમાં કોઇપણ પ્રત્યે ભેદભાવ રાખવામાં નહીં આવતો હોવાનો સંચાલકોનો બચાવ માન્ય

ન્યુયોર્કઃ અમેરિકાની વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં ઇન્ડિયન તથા એશિઅન અમેરિકન  પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. તથા તેઆને ઓછી સંખ્યામાં એડમિશન અપાય છે તેવો સ્ટુડન્ટસ ફોર ફેર એડમિશન (SFFA) દ્વારા દાખલ કરાયેલો દાવો ન્યુયોર્ક ફેડરલ જજે ફગાવી દીધો છે. તથા યુનિવર્સિટીએ તેઓ કોઇપ્રત્યે પક્ષપાત નહીં રાખતા હોવાનો બચાવ માન્ય રાખ્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)