Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

H-1B વીઝા ફ્રોડ દ્વારા ૨૫૦ જેટલા ભારતીય કર્મચારીઓની માનવ તસ્કરીઃ ઇન્ડિયન અમેરિકન ceo પ્રદ્યુમનકુમાર સમલને ૭ વર્ષની જેલસજા ફરમાવતી વોશીંગ્ટન કોર્ટ

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન ૫૦ વર્ષીય પ્રદ્યુમન કુમાર સમલને ફેડરલ કોર્ટએ ૮૭ માસની જેલસજા ફરમાવી છે.

ડીવેન્સી તથો એઝીમેટ્રી નામક ર કંપનીઓના ફાઉન્ડર પ્રદ્યુમન કુમાર ઉપર H-1B વીઝા ફોડનો આરોપ હતો. જે અંતર્ગત તેણે ૨૫૦ જેટલા ભારતીયોની માનવ તસ્કરી કરી હતી તથા ૧ મિલીયન ડોલર ઉપરાંત ટેકસ ચૂકવ્યો નહોતો. સજા થવાના ભયે ભારત ભાગી જતા પહેલા તેની ઓગ.૨૦૧૮માં સીટલે એરપોર્ટ ઉપરથી ધરપકડ કરાઇ હતી.

વોશીંગ્ટન સ્ટેટ વેસ્ટર્ન ડીસ્ટ્રીકટ કોર્ટના જજએ તેમને ૨૦ સપ્ટેં.ના રોજ ફરમાવેલી સજા અંગે જણાવ્યા મુજબ તે યુ.એસ.ના કાયદાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.

(9:04 pm IST)